Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોના વાયરસની ગંભીરતાને ઘ્યાને લઈ કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પડાયુ

  • April 09, 2021 

સમગ્ર દેશમાં કોરોના વાયરસ Covid-19ની અસરને ઘ્યાને લેતા ભારત સરકારના ગૃહ મંત્રાલયનાં તા.૨૩/૦૩/૨૦૨૧ના હુકમ ક્રમાંક:-40-3/2020-DM-I(A) Date:-23/03/2020થી લોકડાઉનની અવઘી તા.૩૦/૦૪/૨૦૨૧ સુઘી લંબાવવામાં આવેલ છે તેમજ કન્ટેન્મેન્ટ ઝોન અને કન્ટેન્મેન્ટ ઝોન બહાર જરૂરી નિયમોની અમલવારી કરવા સારૂ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ,જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા પણ Covid-19ના સંક્રમણને રોકવા તથા અટકાવવા માટે કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ. જે ઘ્યાને લઇ હાલ રાજયમાં કોરોના વાયરસની ગંભીરતાને ઘ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગનાતા.૦૬/૦૪/૨૦૨૧નાંજાહેરનામા ક્રમાંક:-વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેટલીક પ્રવૃત્તિઓ કરવા ૫ર જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.હાલાણી દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ- ૩૭(૪),૪૩ હેઠળ કેટલાક પ્રતિબંઘ મુકવામાં આવેલ છે.     

 

 

 

 

 જે મુજબ તા.૭ થી ૩૦ એપ્રિલ સુધી રાજકિય, સામાજિક અને અન્ય કોઈપણ પ્રકારના મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.તા.૧૦ એપ્રિલથી લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. આ દરમિયાન કોવિડ-૧૯ સબંધિત અન્ય માર્ગદર્શક સુચાનાઓ યથાવત રહેશે.  કોઈપણ Gatheringમાં ૫૦થી વધુ વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહીં. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીઓ(એ.પી.એમ.સી)એ પણ આ દરમિયાન કોવિડ-૧૯ સબંધિત માર્ગદર્શક સુચાનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તા.૩૦મી એપ્રિલ સુધી સરકારી કચેરીઓ તમામ શનિ-રવિ બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબજ અગત્યની કામગીરી હોય તોજ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે.

 

 

 

 

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૧૩૫ અને ૧૩૯ મુજબ તથા ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવતા તમામ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ દાખલ કરવા માટે અઘિકૃત કરવામાં આવે છે.

 

 

 

 

આ જાહેરનામું તા.૩૦/૦૪/૨૦૨૧સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામું સમગ્ર તાપી જિલ્લા વિસ્તારને લાગુ ૫ડશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવતી તમામ સુચનાઓ તથા તે અંતર્ગત બહાર પાડવામાં આવતી તમામ SOPની ચુસ્ત૫ણે અમલવારી કરવાની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application