ચોર્યાસી તાલુકાના ટીમ્બરવા ગામ ટાંકી ફળિયુમાં રહેતા શ્રમજીવીને ઢીકમુક્કીનો મારમારી જાતિવિષયક અપશબ્દો બોલી ઢીકમુક્કીનો મારમાર મામલે સરપંચ સહિત પાંચ સામે પોલીસમાં ઍટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ છે.
સચીન પોલીના જણાવ્યા મુજબ ચોર્યાસી તાલુકાના ટીમ્બરા ગામ ટાંકી ફળિયું ખાતે રહેતા મંગુભાઈ ભાણાભાઈ રાઠોડ (ઉ.વ.૫૦) ખેતમજુરી કામ કરે છે. મંગુબાઈઍ ગામના સરંપચ મોહન મોરારા આહિર, કિશોર સોમા આહિર, ભાવેશ મહેશ આહિર, અજય મોહન આહિર, રાહુલ ખોડા આહિર અને રિકેન રાહુલ આહિર સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ જુના ઝઘડાની અદાવત રાખી જાતિવિષયક અપશબ્દો બોલી ઢીકમુક્કીનો મારમાર્યો હતો જયારે સરપંચ મોહન આહિરે માથામાં મુક્કા માર્યા હતા. બનાવ અંગે પોલીસે મંગુભાઈની ફરિયાદ લઈ આગળની તપાસ મદદનીશ પોલીસ કમિશનર ઍેસ.ટી-ઍસ.સી.સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500