તારીખ 15 ઓક્ટોબરના રોજ ડાંગ જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષા બાબતે સુચારૂ આયોજન જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ બેઠકમા જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા ઉભી કરવા જિલ્લા કક્ષાનુ વ્યવસ્થા તંત્ર ઉભુ કરવુ, શાંતિપુર્ણ માહલોમા પરીક્ષા યોજવા, પરીક્ષા સંદર્ભેનુ જાહેરનામાનો સંપુર્ણપણે પાલન કરાવવા તેમજ જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો ઉપર તમામ સુવિધાઓ સાથે સુચારૂ આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી મહેશ પટેલે વહિવટી તંત્રના અધિકારીશ્રીઓને અપીલ કરી હતી.
નાયબ પોલીસ અધિક્ષક સંજયભાઇ પાટીલે જણાવ્યુ હતુ કે, પરીક્ષા સંદર્ભે કોઇ અસામજિક તત્વો દ્વ્રારા વિધ્નો ઉભા ન કરવામા આવે તેમજ, જાહેરનામાનો ભંગ ના થાય તેમજ, પોલીસ સુરક્ષા પુરી પાડવા ઉપરાંત દરેક બ્લોક દિઠ 108 ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે સુનિચ્છિત કરવા જણાવ્યુ હતુ. પરીક્ષા તંત્રમા રોકાયેલા તમામ કર્મચારીઓ તેમજ અધિકારીઓને પરીક્ષા સંદર્ભેની ગાઇડલાઇન અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિજયભાઇ દેશમુખ દ્વારા ચિતાર આપવામા આવ્યો હતો. ઉપરાતં પરીક્ષા આયોજન તેમજ વ્યવસ્થા જળવાઇ રહે સાથે જ દરેક કેન્દ્રો પર સી.સી.ટી.વી કેમેરા કાર્યરત છે કે નહી, તે સુનિચ્છિત કરવા શ્રી દેશમુખે જણાવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500