આગામી તા.૯મી ઓગસ્ટે ઉજવાનાર ‘વિશ્વ આદિવાસી દિન’ના આયોજન સંદર્ભે સેવાસદન વ્યારા ખાતે કલેક્ટર એચ.કે.વઢવાણીયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, વીજળી, પાણી, આરોગ્ય, વાહન વ્યવહાર,પાર્કિંગ, કાયદો વ્યવસ્થા સ્વચ્છતા જાળવણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના સુચારૂ આયોજન સહિત વિવિધ પાસાઓની વિસ્તૃત ચર્ચા કરી સબંધિત અધિકારીઓને કામગીરી સબબ રચનાત્મ સુચનો કરાયા હતા.
આ ઉજવણી પ્રસંગે આદિવાસી સાંસ્કૃત્તિક કલામંડળો પરંપરાગત આદિવાસી નૃત્યો અને વાદ્યોની સંગીતમય સૂરાવલીઓ સાથે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરાશે. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે શિક્ષણ, કલા અને રમતગમત ક્ષેત્રની આદિજાતી પ્રતિભાઓ, પ્રગતિશીલ ખેડુતો, પશુપાલકો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રદાન આપનાર તેજસ્વી તારલાઓ, નાગરિકો સહિત વિવિધ પ્રતિભાઓનુ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત સરકારની વિવિધ ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને સાધન-સહાય વિતરણ પણ કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500