Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં તા.7મી માર્ચે યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 પરીક્ષા સંદર્ભે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી

  • March 06, 2021 

આગામી તા.૦૭/૦૩/૨૦૨૧ના રોજ તાપી જિલ્લામાં ૧૧ કેંદ્રો ખાતે જીપીએસસી દ્વારા લેવાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 પરીક્ષાના સુચારૂ આયોજન માટે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોગના પ્રતિનીધીઓ, ઝોનલ અધિકારી, તકેદારી સુપરવાઈઝરોની બેઠક મળી હતી.

 

 

 

બેઠકમાં કલેક્ટરએ પરીક્ષાના સુચારૂ આયોજન માટે પરીક્ષા સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. ખાસ કરીને વર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીને ધ્યાને લઈ પરીક્ષા દરમ્યાન કોવિદ-19ની સરકારની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન થાય તેની વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતુ. તદઉપરાંત પરીક્ષા કેન્દ્રોનું સેનેટાઈઝ, ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, સેનટાઈઝર, વીજળી, પીવાનું પાણી, કાયદો વ્યવસ્થા સહિત પરીક્ષાર્થીઓને આવવા-જવામાં મુસ્કેલી ના પડે તે માટે એસ.ટી.સુવિધા સહિતની આનુસંગિક બાબતો અંગે સબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.   

 

 

 

સમગ્ર રાજ્યમાં તા.૦૭.૦૩.૨૦૨૧ના રોજ જીપીએસસી દ્વારા લેવાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 સ્પર્ધાત્મક પરીક્ષા તાપી જિલ્લામાં ૧૧ કેન્દ્રો ખાતે લેવામાં આવનાર છે. આ માટે કુલ ૧૮૭ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૪૪૭૦ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાખંડમાં મોબાઈલ રાખી શકાશે નહી. કોઈ પણ પ્રકારની ગેરરિતી અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ રાખવામાં આવશે. બેઠકમાં અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, પ્રાંત અધિકારી હિતેષ જોષી,નાયબ પોલીસ વડા સંજય રાય, શિક્ષણ નિરીક્ષક દીનેશ ચૌધરી સહિત  સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application