તાપી કલેક્ટર એચ.કે.વઢવાણીયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલ પ્રવાસન સમિતીની બેઠકમાં જિલ્લામાં પ્રવાસન પ્રવૃતિઓના વિકાસ માટે હાથ ધરવામાં આવેલ વિવિધ વિકાસ કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સોનગઢનો કિલ્લો, ડોસવાડા ડેમ, આંબાપાણી, બાલપુરા સ્થિત કર્દમેશ્વર મહાદેવ મંદિર, બુહારી સ્થિત રામજી મંદિર અને તળાવ, ગુસ્માઈ માડી મંદિર, પદમડુંગરી પ્રવાસન ધામોને ક્ષમતા મુજબ નેચર ટુરિઝમ-હેરિટેજ તરીકે તથા પૌરાણિક મંદિરોનો આધુનિક વિકાસ કરી વધુમાં વધુ પ્રવાસીઓ આવે તે માટે અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરી તથા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર કામોની વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત પદમડુંગરી ઈકોટુરિઝમના નવીનીકરણ તથા થુંટી-સેલુડ-નાનછડ પ્રવાસન સાઈટના વિકાસ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સંસદ પ્રભુભાઈ વસાવાએ જિલ્લામાં વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે ઉકાઈ જળાશયના કિનારે થુંટી ખાતે પ્રવાસન પ્રવૃતિઓ માટે બેઝિક સુવિધાઓ સાથે પાર્કિંગ, ચેકપોસ્ટ, વોટર જેટી, ૨૦૦ સીટની ક્રુઝશીપ સાથે ડિઝાસ્ટર બોટની સુવિધા તથા ફ્લોટીંગ રેસ્ટોરન્ટ ઉભી કરવા જણાવ્યું હતુ. ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ વાલોડ, બાજીપુરા, કણજોડ અને બુહારીમાં રીવરફ્રન્ટ બનાવવાની રજુઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500