પોલિસ કમિશનર અજયકુમાર તોમરની અધ્યક્ષતામાં ૪૦મી શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને, ફેટલ અકસ્માતોનું પ્રમાણ ઓછુ થાય, વાહનચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તથા નિયમભંગ કરનાર વાહનચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવાં અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં પોલિસ કમિશનરએ નેશનલ હાઈવે પર જતા ભારે કોલસા ભરેલી ટ્રકો ઉપર ટર્પોલીન (તાડપત્રી) નહી ઢાંકવનારા ટ્રક ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા. આ ઉપરાંત કમિશનરએ જિલ્લાની બ્રિજ, ડુમસ રોડ પર હાઈસ્પીડ પર ગાડી ચલાવનારાઓ પર વાહનચાલકો પર દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હજીરા વિસ્તારની કંપનીઓના ટ્રક ચાલકો સર્વિસ રોડ પર પાર્કિગ કરવા બાબતે કડકાઈથી કામગીરી કરવા જણાવ્યું હતું.
બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, આર.ટી.ઓ, આર.એન.બી. તથા પોલીસની સાથે મળીને કરેલી વિઝીટ મુજબ જિલ્લામાં ૧૬ તથા સીટીમાં સાત બ્લેક સ્પોટ નિયત કરવામાં આવ્યા છે. ડેન્જર રીતે વાહન ચલાવનારાઓ વાહનચાલકોના જાન્યુઆરીમાં ૧૦૨, ફેબ્રુઆરીમાં ૧૦૪, માર્ચમાં ૧૦૬, એપ્રિલમાં ૬૦ તથા મે મહિના દરમિયાન ૩૪ લાયસન્સ સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો પટેલે આપી હતી. બેઠકમાં જોઈન્ટ પોલિસ કમિશનર (ટ્રાફિક અને ક્રાઈમ) શરદ સિંઘલ સહિત પોલિસ, આર.ટી.ઓ., ટ્રાફિક, મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500