પાલિતાણા શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માંગ સાથે જૈન સમાજની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના પીપલોદ ખાતે મહારેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા અને તેમની માંગ રજૂ કરાઈ હતી.
ખાસ કરીને પાલિતાણામાં શેત્રુંજય ધર્મસ્થાનની સુરક્ષા તેમજ ઝારખંડમાં સમ્મેદ શિખરને પર્યટન સ્થળ બનાવવાના મુદ્દે દેશ અને વિદેશમાં જૈન સમાજ દ્વારા ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે તત્કાલ સમ્મેદ શિખર મામલે પણ આ નિર્ણય પાછો ખેંચે તેવી માંગ કરવામાં આવી રહી છે.
આ સાથે પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માંગ સાથે જૈન સમાજ દ્વારા આ ધાર્મિક સ્થાનની સુરક્ષા વધારવા માંગ કરાઈ છે આ સાથે જ આજુ બાજુ થઈ રહેલા ગેરકાયદેસર ખનન અને અસામાજિક તત્વો દ્વારા પવિત્ર તીર્થને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું જેથી આ તમામ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો.
સુરતમાં જ નહીં પરંતુ આ મામલે વડોદરા,અમદાવાદ,રાજકોટ સહીતના વિવિધ શહેરોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. ત્યારે વધતા આક્રોશને પગલે મળતી વિગતો અનુસાર ગિગિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે સરકારે એક સ્પેશિયલ પોલીસની ટીમ પણ બનાવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જૈન સમુદાય દ્વારા આ મામલે છેલ્લા કેટલાક દિવસથી વિરોધ જારી જોવા મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500