Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાઝરડા ગામમાંથી ઈંગ્લીશદારૂની બાટલીઓ સાથે એક ઇસમ ઝડપાયો

  • May 06, 2021 

સોનગઢના વાઝરડા ગામમાંથી ઈંગ્લીશ દારૂની બાટલીઓ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સોનગઢના વાઝરડા ગામના વચલુ ફળિયામાં આવેલ એક ઘરમાં રેઇડ કરી હતી દરમિયાન ઘરમાં તથા ઘરની આજુબાજુમાં તપાસ કરતા ઘરની પજારીના ભાગે એક કાપડની થેલી માંથી ઈંગ્લીશ દારૂની બાટલીઓ નંગ-5 સહિતના મુદ્દામાલ સાથે વિકેશભાઈ જીલુભાઈ ચૌધરી ને જીલ્લા એલસીબી પોલીસની ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ઈંગ્લીશ દારૂની બાટલીઓ સાથે ઝડપાયેલ આરોપી વિકેશ ચૌધરી વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application