Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘાસિયામેઢા માંથી દારૂની બાટલીઓ સાથે એક શખ્સ ઝડપાયો

  • May 12, 2021 

સોનગઢના ઘાસિયામેઢા ગામના વિસ્તાર માંથી દારૂની બાટલીઓ સાથે એક શખ્સને સોનગઢ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તા.11મી મે મંગળવારના રોજ રાત્રે 8 કલાકના અરસામાં પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના ઘાસિયામેઢા ગામના વિસ્તારમાં આવેલ ડુંગરી ફળીયાના એક ઘરમાં રેઇડ કરી હતી દરમિયાન ઘરની પજારીના ભાગે વેચાણ અર્થે સંતાડી મુકેલ સુગંધી સંતરા દારૂની બાટલીઓ નંગ-5 સહિતના મુદ્દામાલ સાથે દિનેશભાઈ ઠાકુરભાઈ ગામીત નામના શખ્સને સોનગઢ પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સતીષભાઈની ફરિયાદના આધારે દારૂની બાટલીઓ સાથે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application