Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ માંથી વોટ્સઅપ પર ઓનલાઇન વરલી મટકાનો જુગાર રમાડતા એક ઝડપાયો,ચાર વોન્ટેડ

  • April 07, 2021 

સોનગઢના હાથી ફળિયા વિસ્તાર માંથી મોબાઈલ ફોનમાં વોટ્સઅપ પર ઓનલાઈન વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડી કુલ રૂપિયા 38 હજારના મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે ચાર જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

 

 

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના હાથી ફળીયામાંથી એક મોટર સાયકલ નંબર જીજે/6/ડીપી/8326 પર બેસી એન્ડ્રોઇડ મોબાઈલ ફોન દ્વારા વોટ્સએપ પર મુંબઈ થી નીકળતા વરલી મટકાના જુગારના આંકડાઓ પર હારજીતનો જુગાર રમાડતા જયેશકુમાર મોહનભાઈ સીમ્પી રહે, હાથી ફળિયું,હનુમાનજી મંદિર પાસે તા.સોનગઢ નાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં વોટ્સઅપ પર જુગાર રમી-રમાડતા અન્ય 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી પાસેથી રોકડ રકમ તથા મોબાઈલ ફોન નંગ-2 તેમજ એક મોટર સાયકલ મળી કુલ રૂપિયા 38,650/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સોમનાથની ફરિયાદના આધારે પાંચેય કસુરવારો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

વોન્ટેડ ચારેય આરોપીઓના નામ 

(1) નૈનેશભાઈ કોકણી, (2) સોનલબેન સુરેશભાઈ પટેલ બંને રહે,હાથી ફળિયું-સોનગઢ, (4) વિજયભાઈ શરદભાઈ શીરસાટ રહે, રેલ્વે સ્ટેશન પાસે-સોનગઢ અને (4) કલ્પેશ પાટીલ

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application