Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના સિંગલખાંચ ગામમાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો

  • May 05, 2021 

સોનગઢના સિંગલખાંચ ગામમાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

સોનગઢના ઉકાઈ ખાતે આવેલ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરીનો સ્ટાફ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગ તથા કન્ટેઈનમેન્ટ ઝોનની વિઝીટ કરવા નીકળ્યા હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે સોનગઢના સિંગલખાંચ ગામના નિશાળ ફળીયામાં આવેલ એક ઘરમાં રેઇડ કરી હતી. દરમિયાન ઘરના ઓરડાના એક ખૂણાના ભાગે વેચાણ અર્થે સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે ગુલાબભાઈ પાનીયાભાઈ ગામીતને સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની રેઇડ ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપી ગુલાબ ગામીત વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application