સોનગઢના કુમકુવા ગામના વિસ્તાર માંથી દેશીદારૂ બનાવવા માટેનું ગોળ-મહુડાના રસાયણ સાથે એક શખ્સને સોનગઢ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે દારૂ બનાવવા માટેનો ગોળ-મહુડાનો જથ્થો પૂરો પાડનાર રાણીઆંબા ગામનો દુકાનદાર દિનેશ ઉપાધ્યાયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તા.11મી મે મંગળવારના રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સોનગઢના કુમકુવા ગામના પુલ ફળીયામાં રેઇડ કરી હતી રેઇડ દરમિયાન મહેન્દ્રભાઈ વસનજીભાઈ ગામીત નામના ઇસમ ને તેના ઘરની સામે આવેલ બાથરૂમમાંથી દેશીદારૂ બનાવવાના માટેનું આશરે 40 લીટર જેટલા ગોળ-મહુડાનું રસાયણના મુદ્દામાલ સાથે મહેન્દ્ર ગામીત ને સોનગઢ પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસની તપાસમાં રાણીઆંબા ગામનો દુકાનદાર દિનેશ ઉપાધ્યાય લક્ષ્મણએ દેશીદારૂ બનાવવા માટેનો ગોળ-મહુડાનો જથ્થો પૂરો પાડ્યો હોવાનું જાણવા મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈની ફરિયાદના આધારે બંને કસુરવારો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500