Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક સ્લીપ થઇ જતા આડગામના શખ્સનું મોત,પાછળ બેસેલા શખ્સને ગંભીર ઈજા

  • November 17, 2021 

ઉચ્છલના નારણપુર ગામ પાસે હાઇવે માર્ગ પર નેશુનદીના પુલ પાસે બાઈક સ્લીપ થઇ જતા આડગામના શખ્સનું મોત નિપજ્યું હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે નોંધાયો છે.








મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે ઉપર નેશુનદીના પુલ પાસે ગત તા.૧૩મી નવેમ્બરના રોજ અનિલભાઇ માનસિંગભાઇ વસાવા (ઉ.વ.૩૪) રહે,આડગામ તા.ઉચ્છલ નાઓને પોતાના કબ્જાની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇક્લ નંબર જીજે/૨૬/આર/૭૪૧૨ને લઈને યોહાનભાઇ ધરમદાસભાઇ વળવી (ઉ.વ.૨૪) રહે,આરકાટીગામ તા.ઉચ્છલ નાઓ સાથે બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઇ ગઈ હતા જેના કારણે અનિલભાઇને માથાના ઉપરના ભાગે તથા મોઢાના જબડાના ભાગે તથા ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી જયારે પાછળ બેસેલ યોહાનભાઇને જમણા હાથે  ફેક્ચર તથા ડાબા હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમ્યાન અનિલભાઇનું મોત નિપજ્યું હતું.





બનાવ અંગે યોહાનભાઇ ધરમદાસભાઇ વળવીએ ઉચ્છલ પોલીસને ફરિયાદ કરી હતી જેમની ફરિયાદના આધારે બનાવ દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application