Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના મૌલીપાડા ગામનો યુવક દારૂ ની બાટલીઓ સાથે પકડાયો, બે વોન્ટેડ

  • October 08, 2020 

તાપી જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે આજરોજ ઉચ્છલના પાંખરી ચેકપોસ્ટ પાસેથી સીડી ડીલક્સ નંબર જીજે/26/ડી/3260 ને ઝડપી પાડી હતી.

 

તપાસ હાથ ધરતા બાઈક ચાલક રણજીત રમેશભાઈ વળવી રહે,મૌલીપાડા,મંદિર ફળીયુ- ઉચ્છલ નાઓના કબ્જા માંથી વિદેશી દારૂ વિસ્કીની બાટલી નંગ 12 જેની કિંમત રૂપિયા 8,400/- તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 2000/- નો મુદ્દામાલ મળી આવતા આરોપીની અટક કરી હતી.

 

વ્યારાના ચંપકભાઈ પંચાલ એ દારૂ મંગાવ્યો હતો.

તેની વધુ પૂછ પરછ હાથ ધરતા કાકા વાઈન શોપ નવાપુર ખાતે કામ કરતા ઇસમે દારૂની બાટલીઓ ભરી આપી હતી અને વ્યારાના ચંપકભાઈ પંચાલ એ દારૂ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ સેવજીભાઈ ની ફરિયાદ ના આધારે કુલ રૂપિયા 10,400/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી બે જણા ને વોન્ટેડ જાહેર કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application