Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે મૈયાલી ગામના ઇસમનું મોત

  • November 24, 2021 

અજાણ્યા વાહન અડફેટે સોનગઢના મૈયાલી ગામના 45 વર્ષીય ઇસમનું મોત નિપજ્યું હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.


મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના મૈયાલી ગામના નિશાળ ફળીયામાં રહેતા 45 વર્ષીય રાજેશભાઇ બાલુભાઇ ગામીત, મંગળવાર નારોજ સુઝીકી મેક્ષ 100 મોટર સાયકલ નંબર GJ-19-C-6555 ઉપર વ્યારા થી મૈયાલી ગામે ઘરે પરત આવતા હતા તે વખતે મૈયાલી ગામની સીમમાં સાંઢકુવા ગામ તરફ જતા સ્ટેડ હાઇવે ઉપર ડુંગરની સામે અજાણ્યા ફોર વ્હીલ ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અડફેટમાં લેતા રાજેશભાઇને ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે મોત નિપજયું હતું. જોકે અકસ્માત કરનાર અજાણ્યા ફોર વ્હીલ ગાડી લઇને સ્થળ પરથી નાશી છુટ્યો હતો.



બનાવ અંગે મૃતકના પુત્ર કિરણભાઇ રાજેશભાઇ ગામીતની ફરિયાદના આધારે બનાવ દાખલ કરી પોલીસએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application