મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં નેશનલ હાઇવે ઉપર દુર્ગા આર્ક્ટક બિલ્ડીંગની સામે સોનગઢથી નવાપુર જતા ટ્રેક ઉપર કાર અડફેટે આવતાં એક શખ્સનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં નેશનલ હાઇવે ઉપર દુર્ગા આર્ક્ટક બિલ્ડીંગની સામે સોનગઢથી નવાપુર જતા ટ્રેક ઉપર તારીખ ૨૫/૦૨/૨૦૨૫ નારોજ એક ફોર વ્હીલ હુન્ડાઇ કાર નંબર GJ/05/CR/3626ના ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો.
તે સમયે સુરેશભાઈ અર્જુનભાઈ સોનાવણે (ઉ.વ.૫૪., રહે.અંકલેશ્વર, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ)ને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધા હતા. જેથી આ ટક્કરમાં સુરેશભાઈનાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તેમજ જમણા હાથે કોણીના ભાગે તથા ખંભા ઉપર ઇજા પહોંચતા તેમણે સારવાર માટે સોનગઢ સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં ફરજ પરનાં ડોકટરે તપાસ કરી સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતા. જયારે આ અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે સંતોષભાઈ ચિત્તે (રહે.ગણેશનગર, ફોરેસ્ટ વનીકરણ ઓફિસની બાજુમાં, સોનગઢ)નાએ તારીખ ૨૬/૦૨/૨૦૨૫ નારોજ સોનગઢ પોલીસ મથકે કાર ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500