Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શામળાજી હાઈવે પર બની એક મોટી દુર્ઘટના : વીજ લાઈનને અડી જતાં 150થી વધુ ઘેટાં-બકરાં બળીને ખાખ થયા

  • October 09, 2023 

મોડાસાનાં શામળાજી હાઈવે પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બામણવાડ પાસે બકરાં ભરેલી ટ્રક વીજ લાઈનને અડી જતાં અચાનક સળગી ઉઠી હતી. જેમાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિ અને 150થી વધુ ઘેટાં બકરાં બળીને ખાક થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને સળગી ઉઠેલ ટ્રક પરની આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મોડાસાના બામણવાડ પાસેથી ઘેટાં બકરાં ભરેલી એક ટ્રક પસાર થતી હતી. આ ટ્રક વીજતારને અડકી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી.



તેમજ ટ્રક આગની લપેટમાં આવી જતા ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ભડથું થઈ ગયાં હતા. બકરાની જાળવણી માટે ટ્રકમાં રહેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ બહાર નીકળી નહીં શકતાં તેમના મોત નિપજ્યાં હતાં. ઘટનાની જાણ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કરાતાં ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. મોડાસા અને ટીંટોઇ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application