ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને કલેકટર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શિક્ષણ શિબિર/કાનૂની જાગૃતિ કાર્યક્રમનું વ્યારા નગરના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લા શિક્ષણ વિભાગ માંથી ઇન્દ્રજીતસિંહ પરમાર અને નિખિલસિંહ પરમારે ગુજરાત રાજ્ય અને તાપી જિલ્લા અંગેની શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતી તમામ સુવિધા અને સહાય અંગેની ઝીણવટ પૂર્વક અને ઉંડાણથી માહિતી આપી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા મેજિસ્ટ્રેટ, ડી.ડી.ઓ., એસ.પી સુજાતા મજબુદાર, નગરપાલિકા પ્રમુખ, નાયબ ડી.પી.ઓ, ટી.પી.ઓ, એ.ઈ.આઈ મીતાબેન ગૌસ્વામી અને હર્ષાબેન, બી.આર.સી મુકેશભાઈ ચૌધરી અને હિરેનભાઈ પરમાર હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500