મહારાષ્ટ્રનાં સતારાનો એક જવાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સાથેની અથડામણમાં શહીદ થઈ ગયો હતો. તેમનો મૃતદેહ અંતિમવિધિ માટે અહીં લાવવામાં આવશે એમ જાણવા મળ્યું છે. સતારામાં જાવળા તાલુકામાં રહેતા જવાન પ્રથમેશ પવાર (ઉ.વ.22)ના પરિવારમાં માતા, પિતા, નાનાભાઈનો સમાવેશ હતો. લશ્કરની તાલીમ લીધા બાદ પ્રથમેશની પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવી હતી. જમ્મુ- કાશ્મીરના સાંબા સેકટરમાં ફરજ બજાવતી વખતે આતંકવાદી સાથે થયેલી અથડામણમાં પ્રથમેશ શહીદ થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application