સુરત જિલ્લાનાં પલસાણા ઈકો ટેકસટાઈલ પાર્ક પાસેથી પલસાણા પોલીસે કુલ રૂપિયા 2 લાખના ચોરીના મોબાઈલ સાથે રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડી કામરેજ અને પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, પલસાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં થયેલી ધરકોડ તથા મોબાઈલ ચોરી કરનાર મંગલસિંગ ભિમસિંગ વસાવા કાલઘોડા સામે આવેલી અલાઉદીન બિલ્ડીંગ પાસે મીલોમાં કામ કરતા કામદારોને મોબાઈ લ ફોનનું વેચાણ કરે છે. જેથી પોલીસે પલસાલા ગુજરાત ઈકો ટેક્સટાઇલ પાર્ક પાસેથી મંગલસિંગ બીમસિંગ પ્રધાન (વસાવા) (ઉ.વ.29.,રહે.સુજીતભાઈની ચાલ અલાઉદ્દીન બિલ્ડીંગ પલસાણા, મૂળ રહે.મુકામ પોસ્ટ-મટાવલ ગામ, કુકરમુંડા)ને ઝડપી પાડયો હતો. આમ, પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા વિવિધ કંપનીના ૨૦ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500