Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી કરાઈ

  • March 12, 2021 

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રાજ્યના આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે તાપી કલેકટર આર.જે.હાલાણી જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, નરમદ યુનિવર્સિટીના સીન્ડીકેટ મેમ્બર ડો.જયરામભાઈ ગામીત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

આ કાર્યક્રમને દીપપ્રાગટ્ય સાથે ખુલ્લો મુકતા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક અવસરને રાષ્ટ્રચેતના સભર ઉત્સવ બનાવવાના આયોજનને વેગવંતો બનાવવા આજની યુવા પેઢીને અનુરોધ કર્યો હતો. આપણા લોકલાડિલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવની દેશવ્યાપી ઉજવણી થઇ રહી છે ત્યારે આપણાં દેશની આઝાદી માટે પ્રાણની આહુતી આપનાર વીર શહિદોને કોટી-કોટી વંદન. મંત્રીએ જણાવ્યુ કે, આઝાદીની લડાઈમાં આદિવાસી સમાજે આપેલ યોગદાનને યાદ કરી આદિવાસી સમાજના શહીદોને આ પ્રસંગે શ્રધ્ધા સુમન અરપણ કર્યા હતા. તેમણે આદિવાસી સમાજના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાનું પણ જણાવ્યું હતુ.

 

 

 

દેશભક્તિના અવસરની ઉજવણી પ્રસંગે વધુમાં મંત્રી વસાવાએ જણાવ્યું કે, પૂજ્ય ગાંધી બાપુએ આજના દિવસે એટલે તા.૧૨ માર્ચ-૧૯૩૦ના રોજ અમદાવાદથી દાંડીયાત્રા શરૂ કરી દાંડી પહોંચી મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. આપણને આઝાદી મળી તેના ૭૫માં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે આજે આપણી ગુજરાતની ધરતીના સપૂત અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના આંગણે અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે કહ્યું કે, આપણા દેશની મહામૂલી આઝાદી માટે અનેક સ્વાતંત્ર્ય વીરો, પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, સહિતના નેતાઓએ ખુબ સંઘર્ષ કરી આઝાદી અપાવી છે તે તમામને વંદન કરી શ્રધ્ધાસુમન અર્પણ કરૂ છું. આ પ્રસંગે મંત્રીએ નામી-અનામી સપૂતોના આદર્શ જીવન મૂલ્યો અપનાવવા આજની યુવાપેઢી ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

 

 

 

આ અગાઉ કલેકટર આર.જે.હાલાણીએ સયાજી મેદાન ખાતેથી સાયકલ/બાઈક રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ સૌ મહાનુભાવોને આવકારતા જણાવ્યું હતું કે, વેડછીની પાવન ધરા ને કર્મભૂમિ બનાવનાર પૂ.મહાત્મા ગાંધીના અંત્યજન જુગતરામભાઈ દવે, કસ્તુરબા ગાંધીને શિક્ષણ આપનાર દશરીબેન ચૌધરીને આજે આપણે સૌ યાદ કરીએ છીએ. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ને જનભાગીદારીથી સફળ બનાવવા માટે સૌને હાકલ કરી હતી. આ પ્રસંગે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,વ્યારાના પ્રા.મેરૂભાઈ વાઢેરે મહામાનવ મહાત્મા ગાંધી વિષય ઉપર પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.

 

 

 

આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતને સાર્થક કરતાં સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓના વિવિધ સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમનું ઓનલાઈન સીધુ પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતુ. કાર્યક્રમમાં વ્યારા પ્રાંત અધિકારી હિતેષ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત, જિ.પ્રા.શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, કુલીનભાઈ પ્રધાન સહિત વ્યારા નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપાણ કરાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application