Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોરીસાવર ગામ માંથી મહાકાય અજગર પકડાયો

  • April 12, 2021 

સોનગઢના બોરીસાવર ગામ માંથી એક મહાકાય અજગરને પકડી વનવિભાગએ અજગરને સુરક્ષિત સ્થળ પર છોડવાની કામગીરી હાથ ધરી હતી.

 

 

 

 

 

 

સોનગઢ તાલુકાના બોરીસાવર ગામના એક ખેતરમાં શનિવારે બપોરના સમયે એક મહાકાય અજગર નજરે પડતા ખેતરના માલિક નશવંતભાઈ ચૌધરીએ રેસ્ક્યુ ટીમ જીવ દયા ગૃપ-ઉકાઈને જાણ કરતા ટીમના મહેન્દ્રસિંહ રાઠોડ, મેહુલ મોરકર અને દિગંબર પાટીલ તેમજ ફોરેસ્ટ ઓફિસર મહાવીરસિંહ સહિતનો સ્ટાફે ઘટના સ્થળ પર પહોંચી મહાકાય અજગરને પકડી લીધો હતો.

 

 

 

 

અજગરની લંબાઈ આશરે સાડા આઠ ફૂટ અને વજન 17 કિલોગ્રામ હોવાનું ફોરેસ્ટરે જણાવ્યું હતું. સ્થાનિક લોકો અજગરને જોવા ઉમટી પાડ્યા હતા. વનવિભાગે પકડાયેલા અજગરને સુરક્ષિત સ્થળ પર છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application