Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરના વેલદા ગામે વરલી મટકાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો

  • October 23, 2021 

નિઝર પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે સાંજે પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે મળેલ ખાનગી બાતમીના આધારે, નિઝર તાલુકાના વેલદા ગામના મુસ્લીમ ફળિયામાં ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર રેડ પાડતા સ્થળ પરથી નસરૂલ્લાખા ગફારખાન પઠાણ (રહે.વેલદાગામ, નિઝર) નાને મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર હારજીતનો જુગાર રમાડતા ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, પકડાયેલ ઈસમ પાસેથી પોલીસે જુગારના સાધનો સહિત રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે  કરી નસરૂલ્લાખા પઠાણ વિરુધ્ધ નિઝર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application