સુરતમાં રમતા-રમતા પાંચ વર્ષીય બાળા વીંટી ગળી જતા અન્નનળીમાં ફસાઈ હતી. તબીબોએ સફળતાપૂર્વક વીંટી બહાર કાઢી હતી. વીંટી ગળાઇ જતા ગળામાં દુઃખાવો શરૂ થયો હોવાની ફરિયાદ કરતાં તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. સિવિલના તબીબોએ દૂરબીનની મદદથી વીંટી કાઢી હતી.
મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને હાલ પાંડેસરમાં રહેતા બલરામ મહેતાની પાંચ વર્ષની પુત્રી ઘરમાં રમતી હતી ત્યારે આંગળીમાં પહરેલી તાંબાની વીંટી મોઢામાં નાંખી હતી. અચાનક વીંટી ગળી જતાં દુખાવો થતાં માતાપિતાને ફરિયાદ કરી હતી. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી.
જ્યાં ઈએનટી વિભાગના તબીબોએ એક્સ રે સહિતની તપાસ કરી હતી. જેમાં વીંટી અન્નનળીમાં ફસાયેલી જોવા મળી હતી.ઈએનટી વિભાગના ડો. કહ્યું, જો વીંટી સમયસર ન કાઢવામાં આવી હોત તો કોમ્પલિકેશન થવાની ભીતી હતી. તબીબોની ટીમ એક કલાક દુરબીનથી ઓપરેશન કરીને અન્નનળીમાં ફસાયેલી વીંટી બહાર કાઢી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500