Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંધ્રપ્રદેશનાં કિનારે લગભગ 25 ફૂટ લાંબી મૃત બ્લુ વ્હેલ તણાઈ આવતાં આસપાસમાં લોકોની ભીડ ઉમટી પડી

  • July 29, 2023 

આંધ્રપ્રદેશનાં શ્રીકાકુલમ જિલ્લામાં, બંગાળની ખાડીનાં કિનારે એક બ્લુ વ્હેલ તરી આવી છે. સંથાબોમાલી મંડલના મેઘવરમ દરિયા કિનારે મૃત હાલતમાં બ્લુ વ્હેલ તણાઈ આવી હતી. ત્યાંના સ્થાનિક માછીમારોનું કહેવું છે કે, આ એક દુર્લભ પ્રજાતિની માછલી છે. તેમની શંકાઓ અનુસાર આ માછલીનું છીછરા પાણીમાં પ્રવેશવાના લીધે મૃત્યુ થયું હશે. આ માછલી લગભગ 25 ફૂટ લાંબી છે અને તેનું વજન આશરે પાંચ ટન જેટલું માનવામાં આવી રહ્યું છે. બ્લુ વ્હેલ પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી કહેવાયમાં આવે છે. માછલીને જોવા માટે આસપાસના ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. ઘણા લોકો સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. વર્ષ-2021માં પણ આ રીતની જ એક ઘટના વિશાખાપટ્ટનમના તંતડી બીચમાં બની હતી. તે ઘટનામાં માછીમારી કરતી વખતે કેટલાક માછીમારોએ ફસાયેલી શાર્કને બચાવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે પણ વ્હેલ શાર્ક હતી. બાદમાં તેને દરિયામાં પરત મોકલી તેનો બચાવ કરી લેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application