આંધ્રપ્રદેશમાં રહેતા અને એગ્રીકલ્ચર પ્રોડક્ટના ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરતા વેપારીને રાજકોટમાં 25 ટન ડુંગળીનો ઓર્ડર મળ્યો હતો પરંતુ ત્યાં ઓર્ડર કેન્સર થયો હતો તે દરમિયાન આંધ્રપ્રદેશનાં વેપારી ઉપર એક કોલ આવ્યો હતો અને ઇન્ડિયા માર્ટ ઉપરથી તમારો નંબર મળ્યો છે અમારે ડુંગળી ખરીદવી છે તેમ કહીને આ વેપારીને માલ સાથે ગાંધીનગરના રણાસણ રેલવે ફાટક પાસે બોલાવ્યો હતો જ્યાં ઓર્ડર પ્રમાણે માલ ભરી લેવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ તેનું 3.88 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આંધ્રપ્રદેશના વિશાખાપટ્નમમાં રહેતા 28 વર્ષીય સંદિપ કેટેશ્વરરાવ કાદરી ઇમ્પોર્ટ-એક્સપોર્ટ નામની કંપનીથી ઓનલાઈન ઓર્ડરથી એગ્રીકલ્ચર પ્રોડક્ટનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપાર કરે છે.
જેમને 25 ટન ડુંગળીનો ઓર્ડર મળતા તેઓ 425 કટ્રા ટ્રકમાં ભરીને રાજકોટ પહોંચ્યા હતા પરંતુ ત્યાં ડુંગળી જોઇને ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. તે દરમ્યાન સંદીપનાં મોબાઇલ પર ભાવેશ નામના વ્યક્તિએ ફોન કરીને કહેલું કે, તમારો નંબર ઈન્ડિયા માર્ટ ઉપરથી મળ્યો છે. જેણે ડુંગળી ખરીદવાની વાત કરતા એક કિલો ડુંગળીનો ભાવ 17 રૃપિયાનાં ભાવે આપવાની ડીલ ફાઈનલ થઈ હતી, બાદમાં નક્કી થયા મુજબ સંદીપ ગત રવિવારે ટ્રકમાં ડુંગળીનો જથ્થો લઈ નાના ચિલોડા ખાતે આવી ગયો હતો. જ્યાં મોહમ્મદભાઈ નામનો વ્યક્તિ ડુંગળીની ટ્રક ચેક કરીને જતો રહ્યો હતો.
બાદમાં ભાવેશે ફોન કરીને જણાવેલું કે, માલ ખરીદનાર મેહુલભાઈ એટલે ડુંગળી બતાવી દેજો. મેહુલ નામના વ્યક્તિએ સંદીપને ફોન કરીને રણાસણ રેલ્વે ફાટક નજીક બોલાવ્યો હતો. જ્યાં ગાડી લઈને મેહુલ ત્યાં પહોંચ્યો હતો. જેમાં 200 કટ્ટા ભર્યા હતા અને અન્ય એક ટ્રકમાં 160 કટ્ટા ડુંગળીનાં ભરી આપ્યા હતા. તે વખતે મોહમ્મદે બાકીના કટ્ટા બીજી ગાડીમાં ભરી જવાની વાત કરી સંદીપને એક હોટલમાં રૂમની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં સંદીપે વારંવાર પૈસાની ઉઘરાણી કરી હતી. પરંતુ ભાવેશ અને મોહમ્મદે ખોટા બહાના બતાવીને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આખરે પોતાની સાથ છેતરપિંડી થયાનો અહેસાસ થતા આંધ્રપ્રદેશના વેપારીએ ત્રણ શખ્સ વિરૃધ્ધ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500