માંડવીમાં એક યુવક સાયબર કોડનો ભોગ બન્યો છે જેમાં તેણે પાનકાર્ડની વિગતો ઓનલાઈન ભર્યા બાદ રૂ.૧.૫૮ લાખ ગુમાવ્યા છે. ઘટના માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાના બેડધા ગામના દેવી ફળિયામાં રહેતા સંદીપભાઈ સુરેશભાઈ ચૌધરી (ઉ.વ.૨૯) તડકેશ્વર ખાતે આવેલી સોલેક્ષ કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે.
તેમણે આપેલી પોલીસ ફરિયાદ મુજબ, તા.૨૦-૦૧-૨૦૨૫ નારોજ સાંજે ૫થી ૫:૪૫ વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સે તેને ફોન કરીને પાનકાર્ડની વિગતો ભરવાનું કહ્યું હતું. જો વિગત નહીં ભરશો તો બેંક ખાતામાં લેવડ-દેવડ થશે નહીં તેવું જણાવી શખ્સે સંદીપના વોટ્સએપ પર એક લિંક મોકલી હતી. સંદીપભાઈએ લિંક પર ક્લિક કરીને પાનકાર્ડ અને એટીએમની વિગતો ભરી હતી. ત્યારબાદ તે સૂઈ ગયા હતો. ત્યારબાદ તેમના ફોનમાં સંદીપભાઈના HDFC બેંકના ખાતામાંથી ત્રણ ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂ.૧,૫૮,૭૭૫ ઉપાડી લીધા હતા. આ અંગે સંદીપભાઈએ પ્રથમ સાઇબર ફોડ હેલ્પલાઈન પર અને ત્યારબાદ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500