બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ વિરુદ્ધ મધ્યપ્રદેશનાં ઈન્દોરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે, તાપસી પન્નુએ સનાતન ધર્મની ઠેસ પહોંચાડી છે અને આ સાથે જ તેમની ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચાડી છે. ઈન્દોર પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની વાત કહી છે. છત્રીપુરા પોલીસ સ્ટેશનના એસ.એચ.ઓ.એ જણાવ્યું કે, એકલવ્ય ગૌડ દ્વારા એક અરજી મળી છે જેમાં લખ્યુ હતું કે, એક્ટ્રેસ તાપસી પન્નુએ એક ફેશન શો માં રેમ્પવોક કરતી વખતે એક લક્ષ્મીજીનું લોકેટ પહેર્યુ હતું અને આ દરમિયાન તેણે રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો.
અરજદારનું કહેવુ છે કે, આ લોકેટ સાથે રિવીલિંગ ડ્રેસ પહેરવાથી તેમની ધાર્મિક ભાવનાઓ અને સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચી છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાપસી પન્નુ તેની સ્પષ્ટવક્તા માટે પ્રખ્યાત છે. તે દરેક મુદ્દા પર ખુલીને વાત કરે છે. જો કે, સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચાડવા માટે નોંધાયેલા કેસ અંગે હજુ સુધી તાપસી તરફથી કોઈ નિવેદન નથી આવ્યું. એકલવ્ય ગૌડે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, અભિનેત્રીએ 14 માર્ચ 2023નાં રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. ફરિયાદ મુજબ આ વીડિયો એક ફેશન શોનો છે જ્યાં તેણે કથિત રીતે અશ્લીલ ડ્રેસ અને ગળામાં દેવી લક્ષ્મીનું લોકેટ પહેર્યું હતું. ગૌડે વધુમાં આરોપ લગાવ્યો હતો કે, સનાતન ધર્મને બદનામ કરવાનો આ એક આયોજિત પ્રયાસ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500