NCERT પુસ્તકોમાં દેશનું નામ INDIAને બદલે ભારત લખવાનો નિર્ણય ગતરોજ લેવામાં આવ્યો હતો તેવા સમાચાર સામે આવ્યા હતા ત્યારે હવે NCERTએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, હજું સુધી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. NCERT દ્વારા ગઠિત સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર લાવવા માટે કેટલાક સૂચનો આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે, હિંદુ યોદ્ધાઓની વિજય ગાથાઓને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવી જોઈએ. જોકે NCERTએ સ્પષ્ટ કર્યું છે કે, આ સૂચનો પર હાલ ટિપ્પણી કરવી ઉતાવળ હશે અને આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સી.આઈ.ઈ. સાકની આગેવાની હેઠળની સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં પ્રાચીન ઈતિહાસને બદલે શાસ્ત્રીય ઈતિહાસનો સમાવેશ કરવા તેમજ તમામ વિષયોમાં ભારતીય જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું. પેનલના અધ્યક્ષ સી.આઈ. ઇસાકે વધુમાં કહ્યું હતું કે NCERT દ્વારા ગઠિત સમિતિએ સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં INDIAને બદલે ભારત લખવાની ભલામણ કરી છે. ભારત નામ પ્રથમ સત્તાવાર રીતે જોવા મળ્યુ હતું જ્યારે કેન્દ્ર સરકારે નવી દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલ G20 સમિટમાં 'પ્રસિડેન્ડ ઓફ ઈન્ડિયા'ને બદલે "પ્રેસિડેન્ટ ઓફ ભારત" નામ સાથે આમંત્રણ મોકલ્યું હતું. આ ઉપરાંત કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાનની નેમ પ્લેટ પર INDIAને બદલે 'BHARAT' લખેલુ જોવા મળ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application