નવી મુંબઈ પ્રોવિડન્ટ ફન્ડ (પીએફ) ઓફિસના ક્લર્કને કંપની પાસેથી રૂપિયા ત્રણ લાખની લાંચ સ્વીકારવા બદલ વિશેષ સીબીઆઈ કોર્ટ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. વિશેષ જજ અમિત શેટ્ટેએ આરોપી કલ્લાકુરી વિજય રામરાવ (ઉ.વ.52)ને કસૂરવાર ઠેરવ્યા બાદ ત્રણ વર્ષની જેલ અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યા છે. અન્ય આરોપીને ગુનામાં પ્રોત્સાહન આપવાના આરોપમાંથી મુક્ત કરાયો હતો. વિશેષ સરકારી વકિલે કોર્ટને જણાવ્યું હતું કે, વાશીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ 2002થી પીએફ રિટર્ન ભર્યા નહોતા આથી તેને નોટિસ બજાવાઈ હતી અને જુલાઈ 2008માં સુનાવણી માટે બોલાવી હતી.
કંપનીના પ્રતિનિધિે ફરિયાદમાં આરોપ કર્યો હતો કે, તેઓ વાશીમાં પીએફ ઓફિસમાં આરોપીને મળ્યા હતા અને આરોપી તેમને જાણ કરી હતી કે કંપનીને રૂપિયા દસ લાખનો દંડ કરાશે અને વધીને રૂપિયા 50 લાખ થઈ શકે છે. આરોપીએ મામલો સુલટાવવા માટે રૂપિયા પાંચ લાખ માગ્યા હતા, વાટાઘાટ બાદ રકમ રૂપિયા ત્રણ લાખ નક્કી થઈ હતી. આને પગલે ફરિયાદીએ સીબીઆઈમાં ફરિયાદ કરતાં છટકું ગોઠવીને આરોપીને 22 ઓગસ્ટ 2008ના રોજ લાંચ લેતાં પકડયો હતો. આરોપી સામેના આરોપો પુરવાર કરવા પાંચ સરાકરી સાક્ષીદાર તપાસાયા હોવાનું સીબીઆઈ કોર્ટના અધિકારી અરૂણ સાતપુતએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application