ડોલવણના તકીઆંબા ગામે સસ્તા અનાજના દુકાનદાર દ્વારા સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાના પ્રકરણમાં ઇન્ચાર્જ મામલદાર રાકેશભાઈ રાણાની ફરિયાદના આધારે દુકાનદાર જયસિંહભાઈ કોકણી વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જેને લઇ કાળા બજારિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
વિતરણ વ્યવસ્થા કરતી વખતે કુટુંબદીઢ અનાજ ઓછું આપતા હોવા અંગે ગ્રામજનોમાં રોષ હતો
આ પ્રકરણની વિગત એવી છે કે, ડોલવણ તાલુકાના તકીઆંબા ગામનો સસ્તા અનાજનો દુકાન ધારક જયસિંહભાઈ બાબુભાઈ કોકણી, ગત તા.30મી જુન નારોજ તેઓના ટેમ્પો પિક અપ નંબર જીજે/19/વી/1336 માં સરકારી અનાજનો જથ્થો લઇ ગામની સીમમાંથી પસાર થવા અંગેની ગ્રામજનોને માહિતી મળી હતી તેની જાણ ગ્રામજનો પૈકી અમુક ઈસમોને થતાં ટોળાએ ટેમ્પો અટકાવ્યો હતો. આ બાબતની જાણ ડોલવણ પોલીસ અને મામલતદારને કરી હતી. મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફરિયાદ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દુકાનદારને સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે ત્યારે વિતરણ વ્યવસ્થા કરતી વખતે કુટુંબદીઢ અનાજ ઓછું આપતા હોવા અંગે રોષ હતો જેને લીધે ગ્રામજનોએ સસ્તા અનાજનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો.
ડોલવણ તાલુકાના ઇન્ચાર્જ મામલતદારની ફરિયાદના આધારે આજરોજ દુકાનદાર જયસિંહભાઈ બાબુભાઈ કોકણી વિરુદ્ધ નોંધાયો
તપાસ દરમિયાન ટેમ્પો માંથી અને દુકાનદારના ઘરમાંથી ગેરકાયદે સંગ્રહ કરેલ સરકારી અનાજનો જથ્થો જેની કિંમત રૂપિયા 5,34,156/- તથા પીક ટેમ્પોની કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 7,34,156/- નો મળી આવેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણમાં ડોલવણ તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર રાકેશભાઈ રાણાની ફરિયાદના આધારે આજરોજ દુકાનદાર જયસિંહભાઈ બાબુભાઈ કોકણી વિરુદ્ધ જાહેર વિતરણ વ્યવસ્થા (નિયંત્રણ હુકમ) ની 2001 તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ-3 અને 7 મુજબ ગુનો કર્યો હોય દુકાનદાર જયસિંહભાઈ કોકણી વિરુદ્ધ ગુનો દાખલ કરી ડોલવણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500