સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા રત્નકલાકારની ધો-૮માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીનીને રત્નકલાકારે ઈસ્ટ્રાગ્રામ ઉપર મિત્રતા કેળવ્યા બાદ સરથાણાના સીમાડા નાકા વિસ્તારમાં આવેલ અવધ વાઈઝરોયંમાં કપલ બોક્ષમાં મળવા માટે બોલાવી લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર કર્યો હતો તેમજ તેનો મોબાઈલમાં વિડીયો ઉતાર્યા બાદ તેના બે મિત્રો સાથે મળી સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો. બનાવ અંગે પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી અગાળ તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે સરથાણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, સિંગણપોર વિસ્તારમાં રહેતા રત્નકલાકારની ધોરમ-૮માં અભ્યાસ ૧૫ વર્ષીય સગીરા સાથે સન-૨૦૨૦માં સચીન ભરત કાકડીયા (રહે.નંદનવન સોસાયટી, સીંગણપોર રોડ કતારગામ) ઈન્સ્ટ્રાગ્રામ ઉપર મિત્રતા કેળવી વાતચીત કરતા હતા.ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપી તેના મિત્ર કિશન રામજી ડાભીના (રહે.મણીપાર્ક સોસાયટી, સિંગણપોર રોડ,કતારગામ) સાથે સીમાડા નાકા વિસ્તારમાં આવેલ અવધ વાઈઝરોય પાસે કપલ બોક્સમાં મળવા માટે બોલાવી લગ્ન કરવાની લાલચ આપી ભરત કુકડીયાએ બળાત્કાર કર્યો હતો અને તેનો વિડીયો ઉતારી તેના મિત્ર વૈભવ અશોક બગદરિયા સાથે મળી સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો. આ વિડીયો ફરતો ફરતો સગીરાના વતનમાં પણ પહોંચી ગયો હતો અને તયાંથી આ વીડયી તેના સંબંધીએ સગીરાના પિતાનો મોબાઈલમાં મોકલ્યો હતો. પરિવારે સગીરાની પુછપરછ કર્યા બાદ ગતરોજ કિશોરીના પરિવારની ફરિયાદને આધારે પોલીસે અશોક સહિત ત્રણેય સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application