સુરત શહેરના સીમાડા નાકા સ્થિત જી.એમ.પટેલ નામના પેટ્રોલ પંપના માલિક અને મેનેજરને બાજુના દુકાનદાર તરીકેની ઓળખ આપી ઈસમ 50 હજારના છૂટા તરીકે 200 રૂપિયાની નોટ આપવાનું કહી રોકડા 50 હજાર રૂપિયા લઇ ફરાર થઈ જતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સીમાડા નાકા સ્થિત નટવરનગરની બાજુમાં આવેલા જી.એમ.પટેલ નામના પેટ્રોલ પંપ પર અઠવાડીયા અગાઉ અજાણ્યો યુવક આવ્યો હતો.જોકે આ યુવકે પેટ્રોલ પંપના માલિકના પુત્ર બ્રિજેશ પટેલ અને મેનેજર રામસિહં માંગુસિંહ રાવતને પેટ્રોલ પંપના માલિક ગમન મગન પટેલ (ઉ.વ.73, રહે.દક્ષીણ ફળીયું,નાના વરાછા) નાની ઓળખાણ આપી 50 હજારની 2000ની અને 500 રૂપિયાની નોટ જોઇએ છે અને તેના બદલામાં 200 રૂપિયાની નોટ આપશે. જેથી મેનેજરે 50 હજારની 2000 અને 500 રૂપિયાની નોટ આપી હતી અને બાજુમાં મારી દુકાન છે, હું ત્યાંથી 50 હજાર લઇને આવું છું એમ કહી અજાણ્યો યુવક ચાલ્યો ગયો હતો. ઘટના અંગે પંપ માલિક ગમન મગન પટેલે સરથાણા પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application