Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં કટાસવાણ ગામે ઉભેલ કન્ટેનરને પાછળથી ટક્કર મારી બે લાખનું નુકશાન પહોચાડનાર ટ્રકનાં ચાલક સામે ગુનો દાખલ

  • August 16, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કટાસવાણ ગામની સીમમાં ધુલિયા-સુરત નેશનલ હાઈવે બ્રિજ પર ઉભેલ કન્ટેનરને પાછળથી ટ્રક ચાલકે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં લાતુર જિલ્લાનાં સરસ્વતી કોલોનીમાં રહેતા વિજયભાઈ સંદીપભાઈ ખડકે રવિવારનાં રોજ મળસ્કે પોતાના કબ્જાનો અશોક લેલેન્ડ કંપનીનું કન્ટેનર નંબર MH/43/BX/0680નું આગળ કલીનર સાઈડનું ટાયર ફાટી ગયું હતું જેથી વિજયભાઈએ વ્યારાનાં કટાસવાણ ગામની સીમમાં સીમમાં ધુલિયા-સુરત નેશનલ હાઈવે બ્રિજ પર કન્ટેનર ઉભું રાખેલ હતું.



તે સમયે પાછળથી એક ટ્રક નંબર GJ/37/T/9145 ચાલકે પોતાના કબ્જાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આગળ ઉભેલ કન્ટેનર ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં કન્ટેનરમાં આશરે 2 લાખનું નુકશાન થયું હતું. બનાવ અંગે વિજયભાઈ ખડકે નાઓએ કાકરાપાર પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application