Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં પાર્ક કરેલ કારને ઘસકરો પડતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો

  • April 14, 2024 

સોનગઢનાં યુપીનગર વિસ્તારમાં પાર્ક કરેલ કારને રસ્તેથી પસાર થતી બીજી કાર ટચ થઈ જતા ઘસકરો પડ્યો હતો જેથી રોસે ભરાયેલ કારના માલિક વિશાલ સુર્યવંશી નામના સૈજાદ મુલતાની કારમાં બે વાર તોડફોડ કરી હતી કારને નુકસાન પહોંચાડી અકસ્માત કરનાર શખ્સને હત્યાની ધમકી આપી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢનાં પીપળ ફળિયાના યુપી નગરમાં રહેતા સૈજાદ સાજીદ મુલતાની નાએ તારીખ 13/4/2024ના રોજ વહેલી સવારે પોતાની કાર નંબર GJ/01/HM/6599માં મજૂરો ભરી બંદરપાડા ગામે જઈ રહ્યા હતા ત્યારે રહેતા વિશાલભાઈ છોટુભાઈ સુર્યવંશીની રસ્તા નજીક ઉભી કાર સાથે સૈજાદ મુલતાની કાર ટચ થઈ ગઈ હતી તેથી સૈજાદ મુલતાની પોતાની કારને રિવર્સ લઈ બીજા રસ્તેથી બંદરપાડા જઈ ઘરે પરત ફર્યો હતો.


તે સમયે વિશાલ સુર્યવંશી નજીકમાં જ રહેતા સૈજાદ મુલતાનીના ઘરે પહોંચ્યો હતો અને બોલાચાલી તેમજ માથાકૂટ કરી પોતાની ગાડીને ટચ કરી નુકસાન કર્યું છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ બાજુમાં પડેલી ઈટથી સૈજાદ મુલતાનીની કારનો કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ પોતાના ઘરે જતો રહેલો વિશાલ સુર્યવંશી થોડી વાર પછી હાથમાં હોકીનો ડંડો લઈ પરત સૈજાદ મુલતાનીના ઘરે આવી ડંડાથી કારમાં તોડફોડ કરી કારનો કાચ તોડી નાખી રૂપિયા 35,000/- જેટલું નુકસાન પહોંચાડ્યું હતું સાથે જ ‘તું સોનગઢમાં કઈ રીતે ફરે છે એ હું જોઉં છું અને તું મને ગમે ત્યાં મળશે તો તારા હાથ પગ તોડી જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી પણ આપી હતી. ઘટના અંગે સૈજાદ મુલતાની નાએ વિશાલભાઈ છોટુભાઈ સુર્યવંશી વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application