ઉધના મગદલ્લા રોડ સોસીસો સર્કલ નજીક આવેલ યુનીકેર હાર્ટ હોસ્પિટલની કાડીયાક કેર પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડિરેકટર ર્ડો, દેવાંગ દેસાઈ પાસેથી રૂપિયા ૭.૨૦ લાખનો કેન્સલ લખેલ ચેકમાં છેડછાડ કરી બેન્કમાં વટાવી છેતરપિંડી કરવામાં આવી હતી.
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ પીપલોદ ચાંદની ચોક મહીમા હાઈટ્સ ખાતે રહેતા ડો, દેવાંગ મહેશચંદ્ર દેસાઈ યુનીકેર હાર્ટ હોસ્પિટલની કાડીયાક કેર પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડિરેકટર છે. ડો, દેવાંગ દેસાઈએ ગતરોજ મનીષ અગ્રવાલ નામના વ્યકિત સામે ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતુ કે આરોપીએ મનીષ તેને વિશ્વાસમાં લઈ એચ.ડી.એફ.સી બેન્કનો રૂપિયા ૭,૨૦,૦૦૦નો ચેક લીધો હતો અને તેમની સમંતી વગર કેન્સલ લખેલ ચેકમાં છેડછાડ કરી બેન્કમાં રજુ કરી પૈસા ઉપાડી છેતરપિંડી કરી હતી.
પોલીસે ડો,દેવાંગ દેસાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ આરોપી લોન એજન્ટ બનીને હોસ્પિટલમાં આવ્યો હતો અને લોન મામલે ડો, દેવાંગ દેસાઈ સાથે વાતચીત કરી ડોક્યુમેન્ટ લીધી હતા અને સીક્યુરીટી પેટે ચેક લીધો હતો જોકે હોસ્પિટલના એકાઉન્ટન્ટ ચેક ઉપર કેન્સલ લખે તે પહેલા ઠગબાજ મનીષે પોતે પોતાની બોલપેનથી કેન્સલ ચેક લખી ચેક લીધો હતો. પોલીસને આશંકા છે કે મનીષ જે બોલપેનનો ઉપયોગ કર્યો હતો તે બોલપેનના લખાણ ઉપર લેઝર મારવાથી સાહી ઉડી જાય છે તે એમ.ઓ વાપરી ઠગાઈ કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500