પાકિસ્તાને ગુરુવારે જણાવ્યું હતું કે સ્પેન પહોંચવાનો પ્રયાસ કરી રહેલી 80 પ્રવાસીઓને લઈ જતી એક બોટ મોરોક્કો નજીક પલટી ગઈ હતી, જેમાં 40 થી વધુ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતા. પ્રવાસી અધિકાર જૂથ વૉકિંગ બોર્ડર્સે જણાવ્યું હતું કે બોટ પલટી જતાં 50 થી વધુ લોકો ડૂબી ગયા હતા. તારીખ 2 જાન્યુઆરીના રોજ મોરિટાનિયાથી નીકળ્યા બાદ 66 પાકિસ્તાનીઓ સહિત 86 પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી ગયા બાદ મોરક્કન અધિકારીઓએ 36 લોકોને બચાવ્યા હતા.
વૉકિંગ બોર્ડર્સના સીઈઓ હેલેના માલેનોએ X પર જણાવ્યું હતું કે ડૂબી ગયેલા 44 લોકો પાકિસ્તાનના હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોરક્કોમાં તેનું દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. 'રબાત (મોરોક્કો) માં અમારા દૂતાવાસે અમને જાણ કરી છે કે મોરિટાનિયાથી રવાના થયેલી 80થી વધુ મુસાફરોને લઈને એક બોટ મોરક્કોના દાખલા બંદર નજીક પલટી ગઈ છે, જેમાં ઘણા પાકિસ્તાની નાગરિકોનો સમાવેશ થાય છે.' હાલમાં પાકિસ્તાનીઓ સહિત ઘણા બચી ગયેલા લોકો દાખલા નજીકના એક કેમ્પમાં આશ્રય મેળવી રહી રહ્યા છે. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationબિહારમાં વિદ્યાર્થીઓના બે જૂથોમાં મારપીટ અને ફાયરિંગ, એકનું થયું મોત
February 22, 2025દેડિયાપાડામાં મોબાઈલની દુકાનમાંથી ૩૦ મોબાઈલની ચોરી થઈ
February 22, 2025