સુરતના અડાજણ પાટીયાના હબ ટાઉનમાં રોયલ ટ્રેડર્સ નામના મોબાઇલના હોલસેલ વેપારી પાસેથી મોબાઇલ ખરીદીના પેમેન્ટ પેટે રૂપિયા 35.04 લાખ લઇ સમયસર ડિલીવરી નહીં આપી વિશ્વાસઘાત કરવા ઉપરાંત મારી નાંખવાની ધમકી આપતા મામલો રાંદેર પોલીસમાં પહોંચ્યો હતો. બનાવની વિગત એવી છે કે, અડાજણ પાટીયાના હબ ટાઉનમાં આવેલી રોયલ ટ્રેડર્સ નામની દુકાનના ભાગીદાર મોહમદ શાહીદ મોહમદ આરીફ ચોક્સી (ઉ.વ.41, રહે.નિશાંત સોસાયટી,ન્યુ રાંદેર રોડ) એ મુંબઇના મલાડ વેસ્ટ સ્થિત હરેક્રિષ્ણા એપાર્ટમેન્ટમાં બ્રાંચના કર્મચારી નવાબઅલી મોહમદ અમીન શેખ (રહે.3,ડોંગરી, ઉન્નત નગર રોડ નં. 2, પ્રેમનગર, ગોરેગાંવ-વેસ્ટ, મુંબઇ, મહારાષ્ટ્ર) હસ્તક ચારેક મહિના અગાઉ મુંબઇ અંધેરી વેસ્ટ સ્થિત સહાર કાર્ગો રંગોલી બિલ્ડીંગમાં આર.એમ. એન્ટરપ્રાઇઝના માલિક રૂપેશ સિંઘ સાથે સંર્પક થયો હતો.શાહીદે રોયલ ટ્રેડર્સના નામે એડવાન્સ પેમેન્ટ ચુકવી મોબાઇલની ખરીદી શરૂ કરી હતી. શરૂઆતમાં સમયસર ડિલીવરી આપી હતી. પરંતુ ગત તા.16 ડિસેમ્બરે રૂપિયા 35.04 લાખની કિંમતના મોબાઇલનો જે ઓર્ડર આપ્યો હતો તેનું પેમેન્ટ ચુકવી દીધું હોવા છતા આજ દિન સુધી ડિલીવરી મળી ન હતી. જેથી શાહીદે રૂપેશ સિંઘનો સંર્પક કરતા શરૂઆતમાં વાયદા કર્યા બાદ હવે જો ઉઘરાણી કરશો તો હું તમને મરાવી નાંખીશ, મારી એવા બહુ લોકો છે એમ કહી ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500