Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાસમાટી ખાતે ૨૦૦ મીટર પાઈપ લાઈન નાખી પાણી પહોચાડવામાં આવ્યું

  • May 04, 2021 

સોનગઢ તાલુકાના ઓટા મલંગદેવ વિસ્તારના સૌથી વધુ ઊંચાઈ પર આવેલા ગામ રાસમાટી ખાતે પીવાના પાણીની વ્યવસ્થા માટે તંત્ર દ્વારા યુદ્ધ સ્તર પર કામગીરી કરી એક જ દિવસમાં ૨૦૦ મીટર પાઈપલાઈન નાખી નજીકના પાણીના સોર્સથી જુના કૂવામાં પાણી પહોંચાડવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને ડાંગ જિલ્લાની સરહદ પર આવેલ સોનગઢ તાલુકાનું રાસમાટી ગામ પહાડો પર આવેલું છે. 

 

 

 

 

ભૌગોલિક પરિસ્થિતિના કારણે આ ગામમાં પાણીની સૌથી વધુ સમસ્યા ઉભી થાય છે. અગાઉના વર્ષોમાં તો ફેબ્રુઆરી માસથી જ રાસમાટી ગામમાં ટેન્કરો ચાલુ થઈ જતા હતા.પરંતુ ગત વર્ષ પહાડોની તળેટી પર આવેલા કૂવા પરથી મોટર પંપ અને પાઇપલાઇન ગોઠવી ઊંચાઈ પર આવેલા ગામમાં મનરેગા યોજના દ્વારા તૈયાર કરવામાં આવેલ કૂવામાં પાણી ભેગું કરવામાં આવ્યું હતું. જેમાંથી ગામના લોકો ઉનાળા દરમ્યાન આ પાણીનો ઉપયોગ કરતા હતાં. ચાલુ ઉનાળામાં કોઈ ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉભી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application