Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘નો ઇન્ડીયા પ્રોગ્રામ’ અન્વયે ૯ દેશોના ૪૦ યુવા-યુવતિઓ ગુજરાતના પ્રવાસે:ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી સાથે રસપ્રદ સંવાદ સાધ્યો

  • January 11, 2019 

ગાંધીનગર:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ Know India Programme તહેત ભારત-ગુજરાત ભ્રમણ માટે આવેલા ૯ દેશોના ૪૦ જેટલા યુવાઓને ‘‘કનેકટ ટુ ઇન્ડીયા’’નું પ્રેરક આહવાન કર્યુ છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,વિવિધતામાં એકતાની સાંસ્કૃતિક ધરોહર અને ધાર્મિક વૈજ્ઞાનિક પરંપરાના સમન્વયથી ભારતે જ્ઞાનની આ સદીમાં યુવા વર્કફોર્સ અને વર્લ્ડ માર્કેટમાં મોટું યોગદાન આપ્યું છે તેની વ્યાપકતાનો લાભ આ વર્લ્ડ યુથ લે તે સમયોચિત છે. મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે આવેલા આ ૯ દેશોના ૪૦ યુવાઓ ભારત સરકારના વિદેશ મંત્રાલયની ‘નો ઇન્ડીયા પ્રોગ્રામ’ યોજના અન્વયે ગુજરાતના ૧૦ દિવસીય પ્રવાસે આવેલા છે.વિજયભાઇ રૂપાણીએ આ યુવાશકિત સાથે રસપ્રદ સંવાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને કર્યો હતો.તેમણે કહ્યું કે,યુવાનો હવે હરેક ક્ષેત્રે નેતૃત્વ ક્ષમતાથી આગળ આવી રહ્યા છે અને પોતાના જ્ઞાન કૌશલ્યથી પ્રભાવ ઊભો કરી રહ્યા છે ત્યારે ભારત જેવા વિશાળ જનસંખ્યા ધરાવતા વિકસીત રાષ્ટ્ર માટે પણ આ યુથ પાવર પોતીકાપણું દર્શાવી વિકાસને વધુ ઉન્નત બનાવવા યોગદાન આપે.મુખ્યમંત્રીએ આ યુવાનોને પ્રરેણા આપતાં જણાવ્યું કે,વિશ્વના નાના રાષ્ટ્રોમાં વિકાસ ઝડપી થાય છે કેમ કે તેમણે બહુધા સમસ્યાઓ હોતી નથી પરંતુ ભારત જેવા મોટા રાષ્ટ્રે સમસ્યાઓ બાવજૂદ પણ વિકાસની ઊડાન ભરી છે તે આ યુવાનોએ તેમની મુલાકાતમાં અનુભવ્યું જ હશે.વિજયભાઇ રૂપાણીએ આ કાર્યક્રમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિચારોથી પ્રેરિત મહત્વપૂર્ણ કાર્યક્રમ ગણાવતાં કહ્યું કે, ભવિષ્યની તાકાત સમાન ભારત દેશની ધરોહર,સંસ્કૃતિ,માનવતાના પાઠ બધું જ વિશ્વ સમુદાય સમક્ષ ઊજાગર કરવા આ યુવાશકિત પોતાના દેશમાં વસતા ભારતીય મૂળના લોકો સમક્ષ પ્રસ્તુત કરવાના સંવાહક બને તે આપણો ધ્યેય છે.મુખ્યમંત્રીશ્રીએ આ યુવાનોને ભારત આવતા પહેલાં તેમના મનમાં ભારતની છબિ-છાપ હતી તે અને આવ્યા બાદ જે અનુભવ્યું જોયુ તેનું મુકત મને વર્ણન કરવા અનુરોધ કર્યો હતો.આ અંગે ફિઝી,મ્યાનમાર,ગુઆના,મોરેશિયસ,વેસ્ટ ઇન્ડીઝ,સાઉથ આફ્રિકા જેવા રાષ્ટ્રોના યુવા-યુવતિઓએ પોતાના પ્રતિભાવ આપતાં ગુજરાત-ભારતમાં પોતીકાપણું અને ઘર જેવું વાતાવરણ,આતિથ્ય ભાવ મહેસૂસ થાય છે તેનો આનંદ દર્શાવ્યો હતો.તેઓ સ્વચ્છતા-સફાઇ,ઉષ્માપૂર્ણ સત્કાર અને સૌજ્ન્યથી પ્રભાવિત થયાની લાગણી બહુધા યુવાઓએ વ્યકત કરી હતી.વિજયભાઇ રૂપાણીએ દર બે વર્ષે આ યુવાનોને ભારત આવીને વિકાસની તેજ રફતારની પ્રત્યક્ષ અનૂભુતિ કરવાનું પણ આહવાન કર્યુ હતું.તેમણે આ પ્રવાસને ‘‘રાઇટ ટાઇમ’’ ગણાવતાં યુવાશકિતને પતંગોત્સવ,વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા તેમજ ગુજરાતના દરિયો,પર્વત અને રણ ત્રણેયના સંગમ સમા પ્રવાસન વૈવિધ્ય ધોરડો રણોત્સવ,ગીરના સિંહ,સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મહત્વના સ્થળોની મુલાકાત માટે પણ આયોજન કરવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું.ગુજરાત સરકારના બિનનિવાસી ગુજરાતી પ્રભાગ અને પ્રવાસન નિગમ લીમીટેડ દ્વારા આ યુવાનો માટેના પ્રવાસનું આયોજન કરવામાં આવેલું છે,મુખ્યમંત્રીશ્રીએ આ યુવાશકિત સાથે સંવાદગોષ્ઠિ સાધી તે વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન,બિનનિવાસી ગુજરાતી પ્રભાગ સચિવ શ્રી સી.વી. સોમ,ટુરિઝમના એમ.ડી.શ્રી જેનુદેવન વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application