Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાંથી વર્ષ ૨૦૨માં મહિલાઓ માટેની હેલ્પલાઇન 'અભયમ્' ને ૯૮૮૩૦ કોલ્સ આવ્યા

  • March 09, 2024 

'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' છે ત્યારે નારીશક્તિની મહિમાના ગુણગાન ગવાશે. પુરુષ-મહિલા સમોવડી આજે ' ભલે થઈ ગયા હોય પરંતુ આજે પણ સમાજનો એક એક વરવો ચહેરો એવો પણ છે જયાં મહિલાઓ ઘરેલુ હિંસા, ૩ બળાત્કાર, છેડતી સહિતની સમસ્યાનો ભોગ સતત બને છે. ગુજરાતમાંથી જ પ્રતિ પાંચ મિનિટે સરેરાશ ૧ મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યાં છે. ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૩માં મહિલાઓ માટેની હેલ્પલાઇન 'અભયમ્ ' ને ૯૮૮૩૦ કોલ્સ આવ્યા હતા. વર્ષ ૨૦૧૯ની સરખામણીએ મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં 61 ટકા જ્યારે 20222માં 22 ટકાનો વધારો થયો છે. જાણકારોના મતે વર્ષ 2020માં વિશેષ કરીને મહિલાઓ માટે ઘરેલુ હિંસાન કોલ્સમાં વધારો જોવા મળ્યો છે.


જેમાં લોકડાઉનને પગલે સતત સાથે રહેવાથી તેમજ આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય અંગેના દબાણને પગલે પણ અનેક પુરુષોએ હિંસાનું નિંદનીય પગલું ભર્યું ૨૬ હતું. ધરેલુ હિંસાના ૧૭૬૪૨ કોલ્સ માત્ર અમદાવાદમાંથી આવ્યા છે. આ સિવાય છે અમદાવાદથી વર્ષ ૨૦૨૩માં ૪૮૧૫ કોલ્સ સતામણી, 2155 કોલ્સ લગ્નેતર સંબંધના નોંધાયા છે. આ સિવાય વર્ષ ૨૦૨૩માં જે અંગે સૌથી વધુ કોલ્સ આવ્યા છે તેમાં ૧૦૩૭૩ કોલ્સ સાથે લગ્નેત્તર સંબંધ, 10164 કોલ જાતિય સતામણી, 7243 કોલ કાયદાકીય સમસ્યા, 5131 કોલ્સ સાથે કસ્ટડી અંગે, 3345 કોલ્સ સાથે ઘરમાંથી કાઢૂ મુકવાનો સમાવેશ  થાય છે. આ ઉપરાંત ૨૮૩૯ કોલ્સ સંબંધની સમસ્યા, ૨૭૫૮ કોલ્સ ટેલિફોન પર હેરાનગતી, ૨૩૭૨ કોલ્સ સાથે નાણાકીય સમસ્યા જ્યારે ૨૦૮૫ સ કોલ્સ સાથે છેડતીનો સમાવેશ થાય છે.



વર્ષ 2023માં કઈ સમસ્યાના સૌથી વધુ કોલ આવ્યાં...

સમસ્યા-કોલ્સ

ઘરેલું હિંસા-98,830

લગ્નેતર સંબંધ-10,373

જાતિય સતામણી-10,164

કાયદાકીય-7,243

કસ્ટડી-5,131


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application