સુરત:કડોદરા પોલીસે વરેલી માંથી ડિગ્રી અને જરૂરી પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરતાં બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા.પોલીસે બંને પાસેથી મેડિકલના સાધનો મળી કુલ 5900/- નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી હતી.સુરત જીલ્લાના કડોદરા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે વરેલીના શાંતિ નગરમાં બે ડોક્ટરો ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમની પાસે કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર કે ડિગ્રી નથી.આ બાતમીના આધારે પોલીસની ટીમે શુક્રવારે મોડી સાંજે શાંતિનગરમાં આવેલ પંચવટી કોમ્પ્લેક્ષમાં છાપો મારી દુકાન નંબર ત્રણમાં દવાખાનું ચલાવતા સુબ્રતો સુશિલ લક્ષ્મીકાન્ત મોલો (ઉ.વ.28)હાલ રહે વ્રજ ધામ સોસાયટી,વરેલી,તા.પલસાણા-સુરત,મૂળ રહે,પૂર્વસ્થલી,જી.બરગવા,પશ્ચિમ બંગાળ)ની પૂછપરછ કરતાં તેની પાસે ગુજરાતમાં મેડિકલ પ્રેક્ટિસ કરવાનું આધાર પુરાવો માંગતા તેની પાસેથી કોઈ આધાર પુરાવો મળી શક્યો ન હતો.પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી 3,583/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. શાંતિ નગરમાં જ આવેલ સીતારામ કોમ્પ્લેક્ષની દુકાન નંબર 4માં ક્લિનિક ચલાવતા અનિલ ઈશ્વરદયાલ રામલાલ સિંગ (ઉ.વ.36)રહે,મહાદેવ ફળિયા,વરેલી, મૂળ રહે રોહતાસ,બિહાર) ની પૂછપરછ કરતાં તેની પાસે પણ મેડિકલ પ્રેક્ટિસના કોઈ પુરાવા મળી શક્યા ન હોય પોલીસે તેની પણ ધરપકડ કરી તેની પાસેથી 1,317/- રૂપિયાનો સામાન કબ્જે લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500