Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:સાંઈ મંદિરના દર્શન કરતી મહિલાના માથેથી કચરા ગાડી ફરી વળી:ચમત્કારીક બચાવ

  • January 07, 2019 

સુરત:સુરતના ઉધના વિસ્તારમાં રસ્તા પરથી ઉભા-ઉભા મંદિરના દર્શન કરતી મહિલા ઉપરથી કચરા ગાડીના બંને વહીલ નીચે કચડી નાખી હતી જોકે આ મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો ભગવાનના મંદિરની બહાર ચમત્કારની આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઇ છે.મળતી વિગત મુજબ સુરતના ઉધનામાં સાંઇ બાબા મંદિરની બહારના આ દ્રશ્યમાં એક મહિલા રસ્તા પરથી પસાર થાય છે.તે રસ્તા પર જ ચપ્પલ ઉતારીને ઉભા-ઉભા મંદિરના દર્શન કરે છે.આ સમયે ત્યાંથી પસાર થતી એક કચરા ગાડી ન જાણે કેમ રિવર્સ લે છે જેના કારણે દર્શન કરવા ઉભી રહેલી આ મહિલાના માથેથી કચરા ગાડી ફરી વળી છે.પ્રથમ નજરે જોતા એવું જ લાગે કે મંદિરના દર્શન માટે ઉભેલી આ મહિલાના રામ રમી ગયા હશે.પરંતુ.આ મહિલા પરથી કચરા ગાડી ફરી વળી અને બંને વ્હિલની વચ્ચે આ મહિલા રસ્તા પર સુતી રહી અને તેને જરા ઈજા ન પહોંચી હોય તેમ મહિલા તરત જ રસ્તા પરથી ઉભી થઇ ગઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application