તાપીમિત્ર ન્યુઝ,સુરત:પલસાણા વિસ્તારમાં આવેલ વીરદેવ મીલના કમ્પાઉન્ડમાં લેબર ક્વાટર્સની બહાર 35 વર્ષીય યુવાનની માથાના ભાગે કુહાડી મારી હત્યા કરાયેલી લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.સમગ્ર મામલે પલસાણા પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામા આવી હતી.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશ મિરઝાપુર જિલ્લાના લાલગંજ તાલુકાનાં ચફલા ગામના વતની અને હાલ સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલ વીરદેવ મીલના કમ્પાઉન્ડમાં લેબર ક્વાટર્સમાં રહી ફેક્ટરીમાં કામ કરતાં બુધ્ધિબલ શિવકુમાર ગૌતમ (ઉ.વ.35) નાઓ તા.3જી જાન્યુઆરી નારોજ ગુરુવારની રાત્રિ દરમ્યાન ક્વાટર્સની બહાર એક પતરાના શેડમાં સૂતા હતા તે દરમ્યાન કુહાડી વડે તેના માથાન ભાગે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.આ ઘટના અંગે પલસાણા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.પ્રાથમિક પૂછતાછમાં બુધ્ધિબલ સાથે ઘટના સ્થળે સૂતેલા બે તેમના વતનના વ્યક્તિની પોલીસે પૂછતાછ શરૂ કરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર વતનમાં ચાલતા જમીન વિવાદમાં બુધ્ધિબલની હત્યા થઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે.આ મામલે પલસાણા પોલીસે હત્યાનો ગુન્હો રજીસ્ટર કરી આરોપીઓને શોધવા માટેના ચક્રોગતિમાન કર્યા છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application