Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો:પલસાણા પાસેથી વિદેશીદારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી:રૂપિયા ૫૯.૯૭ લાખ નો મુદ્દામાલ જપ્ત

  • January 04, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત જીલ્લાના પલસાણા ખાતે આવેલ હીમાલયા હીન્દુ હોટલના કમ્પાઉન્ડ માંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રકને ઝડપી પાડી તે માંથી ૫૯.૯૭ લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે ટ્રક તેમજ અન્ય પરચુરણ સામાન મળી ૭૦.૦૪ લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી વિદેશી દારૂ મંગાવનાર અને મોકલનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.મળતી માહિતી અનુસાર તા.૩જી જાન્યુઆરી નારોજ પલસાણા ચાર રસ્તા નેશનલ હાઇવે પર આવેલ હીમાલયા હીન્દુ હોટલના કમ્પાઉન્ડ માંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી હતી.પોલીસને બાતમી મળી હતી કે,નવાપુરના લિસ્ટેડ બુટલેગર કમલેશ મારવાડી અને બાબુ મારવાડીની  ટોળકીએ દમણના રોશન ઠાકુર અને હર્ષદ ભંડારીની ટોળકી પાસે દારૂ મંગાવ્યો છે.પોલીસે બાતમી આધારે ટ્રક નંબર એમએચ-૧૮-એસી-૭૧૪૯ ઝડપી પાડી ચાલક સમીર રમઝાન શેખ રહે,નવાપુર દેવલ ફળીયા, જીલ્લો નંદુરબાર (મહારાષ્ટ્ર)ને ઝડપી લીધો હતો.ટ્રક માંથી પોલીસે પરપ્રાંતિય બનાવટની વિદેશી દારૂની નાની મોટી ૫૯,૯૭૬ બોટલ જેની કીમત રૂપીયા ૫૯,૯૭,૬૦૦ તેમજ ટ્રક મોબાઇલ ફોન તેમજ રોકડ રૂપીયા મળી કુલ ૭૦,૦૪,૮૯૦ રૂપીયાનો મુદ્દામાલ પોલીસે કબજા કરી મહારાષ્ટ્ર-નવાપુરના દારૂ મંગાવનાર લીસ્ટેડ બુટલેગર કમલેશ મારવાડી રહે નવાપુર,પંકજ નામદેવ સોનવણે રહે નવાપુર, નીતીન પાટીલ રહે નવાપુર,બાબુ સોહનલાલ મારવાડી રહે બારડોલી અને દમણના દારૂ મોકલનાર રોશન ઉમેશ ઠાકુર રહે દમણ, હર્ષદ ભંડારી રહે ભીમપોર દમણ,કેતન દીલીપ ભંડારી રહે વાપી,સંજય રહે સેલવાસ,દીનેશ અશોક દેવરે રહે નવસારીને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application