Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પતિએ દહેજ માટે ક્રુરતાની હદ વટાવી:સગર્ભા પત્નીને પેટમાં લાત મારી ઘર માંથી કાઢી મૂકી:પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પરિણીતાનો આક્ષેપ

  • December 30, 2018 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નાંદોદ તાલુકામાં એક એવો કિસ્સો બન્યો કે જેમાં પતિએ દહેજની માંગ સાથે સગર્ભા પત્નીના પેટમાં લાત મારી ઘર માંથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ સાથે પરિણીતાએ નર્મદા કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે.તેમજ આ મામલે રાજપીપળા અને ડેડીયાપાડા પોલીસ ફરિયાદ પણ ન નોંધતી હોવાનો આક્ષેપ પરિણીતાએ લગાવ્યો છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખૈડીપાડા ગામની મહિલાના લગ્ન નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના ધર્મેન્દ્ર રમેશ તડવી સાથે ગત 11/05/2018ના રોજ હિન્દૂ રિતી રિવાજ મુજબ થયા હતા.મહિલાએ નર્મદા કલેકટરને કરેલી લેખિત રજુઆત મુજબ લગ્નના બે જ મહિનામાં સસરા રમેશ તડવી,સાસુ કાંતા તડવી તથા સંબંધી મહિલા દક્ષા વસાવા દ્વારા 5 લાખ રૂપિયા દહેજની માંગણી અવાર નવાર કરવામાં આવતી હતી અને મારઝૂડ કરતા રહેતા હતા.ગત 8/10/2018ના રોજ પતિ સહિત સાસુ-સસરાએ મહિલાને જો દહેજની રકમ નહિ લાવે તો કેરોસીન છાંટી જીવતી સળગાવી દેવાની ધમકી પણ આપી હતી.આ ઘટના બાદ પરિણીતાના પિતાએ સમાજના વડીલ પંચોની રૂબરૂમાં લેખિત સમાધાન પણ કર્યું હતું.એ બાદ પરિણીતા 15/12/2018ના રોજ પોતાના સાસરે પરત ગઇ હતી ત્યારે ફરી દહેજની રકમ બાબતે પરિણીતાને ઢોર માર માર્યો હતો.પરિણીતાના પેટમાં લગ્ન બાદ 4 માસનો ગર્ભ હતો તો પતિએ એવો આક્ષેપ લગાવ્યો કે આ ગર્ભ મારો નથી પણ તારા પિયરમાં અનૈતિક સબંધ હતા એનો છે.બાદ પતિ સગર્ભા પત્નીના પેટમાં લાત મારી ઘરની બહાર કાઢી મૂકી દરમિયાન એ બેભાન પણ થઈ ગઈ.પણ જ્યારે એ ભાનમાં આવી ત્યારે એના પતિ અને સાસુ-સસરા દ્વારા એને એવી ધમકી આપવામાં આવી કે જો તું દહેજના 5 લાખ લીધા વગર અને તારા પેટમાં રહેલું બીજાના પાપનું ગર્ભ જો તું ગર્ભપાત કરાવ્યા વિના જો તું પાછી આવી છે ને તો તારી અહીંયાંથી લાશ જશે.સાસરી માંથી કાઢી મુકાયા બાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગઈ હોવા છતાં પણ પોલીસ એ ફરિયાદ ન લેતી હોવાનો પણ પરિણીતાએ આક્ષેપ લગાવ્યો છે.પરિણીતાએ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો 10 દિવસમાં એમના વિરુદ્ધ કાર્યવાહી નહિ થાય તો 10માં દિવસે હું નર્મદા જિલ્લા કલેકટર કચેરીએ મારા શરીરનો ત્યાગ કરીશ.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application