તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરતના અઠવા ઝોન વિસ્તારના ટ્યુશન ક્લાસીસમાં દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી સામે કાર્યવાહી શરૂ કરી છે અડાજણ અને કટાર ગામના બે ટ્યુશન ક્લાસને સીલ કરાયા છે.પાલિકાએ ફાયરસેફટીની સુવિધા ઊભી કરવા માટે સૂચના આપી હોવા છતાં કામગીરી ન થતાં સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત હજારો લોકોની અવરજવર છે તેવા બિગ બજારના સંચાલકોએ પણ બે વર્ષથી ફાયર સેફટીની કામગીરી ન કરાતા નોટિસ ફટકારી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,વેસુ વિસ્તારના આગમ કોમ્પલેક્ષમાં આવેલા ટ્યુશન ક્લાસમાં આગની દુર્ઘટનામાં એક વિદ્યાર્થી અને એક શિક્ષિકાનું મોત થયુ હતું.આ દુર્ઘટના બાદ સુરત મહાનગર પાલિકાએ શહેરના તમામ વિસ્તારના ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા માટે તાકીદ કરી હતી.શહેર વિસ્તારના 230 ક્લાસમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application