તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગરમાં આવેલ સીટી મોલ સામેની ખાણી-પીણીની લારીઓ પાસે પંક્ચર પડેલી મોટર સાયકલ ચાલતા ચાલતા લઇ જતા એક દુકાનદારના શર્ટ પર ગંદુ ફેંકી રૂપિયા 90,000/- ભરેલી બેગ લઇને અજાણ્યા ચોર ફરાર થઇ ગયો હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે 8મી ડીસેમ્બર નારોજ રજીસ્ટર થયો છે.બનાવ અંગે ફરિયાદને આધારે વ્યારા પોલીસના જવાનોએ તપાસ શરૂ કરી છે.
વ્યારા નગરમાં આવેલ સીટી મોલ સામે ખાણી-પીણીની લારીઓ પાસે ગત તા.5મી ડીસેમ્બર નારોજ,નન્હેલાલ લાલચંદ વિશ્વકર્મા રહે,9/એ મહાદેન્વ નગર 2 સોસાયટી પાનવાડી તા.વ્યારા નાઓ દુકાનનો વેપારનો હિસાબ કિતાબ કરી ઘરેથી બેન્કમાં જમા કરવા માટે લાવેલ આશરે રૂપિયા 70,000/- જેટલા તથા દિવસ દરમ્યાન થયેલ વેપારના રૂપિયા આશરે 20,000/- મળી કુલ્લે રૂપિયા 90,000/- તથા દેના બેન્કની એક કોરી ચેક બુક તથા બીજા અગત્યના કાગળો પોતાની બેગમાં મુકી દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે તેઓની મોટર સાયકલમાં પંક્ચર હોય જેથી મોટર સાયકલ ચાલતા ચાલતા પંક્ચર કરાવવા જતા હતા ત્યારે સી.ટી.મોલની સામે ખાણી-પીણીની પાસે કોઇ અજાણ્યા ઇસમે નન્હેલાલ વિશ્વકર્મા ના શર્ટના પાછળના ભાગે કંઇક ગંદુ ફેકતા નન્હેલાલ નાઓ પોતાના ખભા પર લટકાવી રાખેલ બેગ બાજુમાં પડેલ ખુરશી ઉપર મુકી બાજુની લારી ઉપરથી પાણી લઇ ગંદુ સાફ કરતા હતા ત્યારે આશરે 20 થી 25 વર્ષીય નજરે પડતો કોઇ અજાણ્યા ઇસમે રૂપિયા ભરેલી બેગ ચોરી કરી ફરાર થઇ ગયો હતો,બનાવ અંગે નન્હેલાલ લાલચંદ વિશ્વકર્મા નાઓએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી હતી,જેમની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.જી.રાઠોડ કરી રહ્યા છે,અત્રેઉલેખ્નીય છેકે,ગત 18મી નવેમ્બર નારોજ,વ્યારા નગરમાં આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા મંજુલાબેન દુર્ગાભાઈ બારબર (ઉં.વ.૭૪) બપોરના સમયે જનરલ સ્ટોરમાં સિવવાનો દોરો લેવા સારૂ જતી હતી તે વેળાએ અજિતનાથ સોસાયટીના બોર્ડની પાસે માર્ગ પર નીકળ્યા હતા.તે સમય દરમિયાન એક અજાણ્યો ઈસમ આશરે 25 થી 27 વર્ષનાએ મંજુલાબેનની પાછળથી આવી તેમના ગળામાં પહેરેલ સોનાની બે તોલાની ચેઇન કિં.રૂ.20,000/-ની ખેંચી ચિલ ઝડપ કરી ફરાર થઇ ગયો હતો,આ મામલે અત્યાર સુધી ચોરટાઓ ઝડપાયા નથી ત્યારે વધુ એક ચોરીનો બનાવ વ્યારા પોલીસ મથકે રજીસ્ટર થયો છે,(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500