Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીરમાં ઊંડી ખીણમાં કાર ખાબકી જતાં 9 લોકોનાં મોત

  • May 26, 2022 

જમ્મુ-કાશ્મીરનાં જોજીલા નજીકમાં એક ટેક્સી ઊંડી ખીણમાં ખાબકી જતાં 9 લોકોનાં મોત થયા છે. અધિકારીઓએ ગુરૂવારે તેની જાણકારી આપી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે મોડી રાત્રે એક ટેક્સી શ્રીનગર-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. જોજીલા નજીક લગભગ 3,400 મીટરની ઊંચાઈ પર છે. આ ટેક્સી કરગિલથી શ્રીનગર જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે, પોલીસ, સેનાના જવાન, અને સ્થાનિક નાગરિકો દુર્ઘટનનો શિકાર બનેલા લોકોની તપાસ કરી રહ્યા છે. ઘટના વિશે હજુ વિસ્તૃત જાણકારી નથી મળી.




આ અગાઉ જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)ના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક નિર્માણાધીન સુરંગનો ભાગ તૂટી પડતાં 10 લોકોનાં મોત થયાં હતાં. ગુરુવારે રાત્રે અચાનક ભૂસ્ખલન થતાં નવ મજૂરો કાટમાળમાં ફસાયા ગયા હતા. સુરંગ એક નવી શરૂ કરવામાં આવેલી પરિયોજના હતી અને માત્ર 3 થી 4 મીટરનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાત્રે લગભગ 10.15 વાગ્યે ભૂસ્ખલન થયું હતું જેમાં કામ કરતા મજૂરો ફસાય ગયા હતા. ભૂસ્ખલનમાં અનેક ટ્રક અને ખોદકામ માટે વપરાતા અન્ય વાહનોને પણ નુકશાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application